Monday, January 31, 2011

ગ ગ ન વિ હા ર / गगन विहार



સાવ સહેલુ છે, કવિતા તો તમે પણ લખી શકો છો,
માત્ર શબ્દોની લડાઇ છે આ, તમે પણ લડી શકો છો.

કવિઓનુ ‘આગવુ ભાવવિશ્વ’ એવુ કશુ નથી હોતુ,
મફત છે, કલ્પનાઓ તો તમે પણ કરી શકો છો.

શોધી કાઢી થોડા ક્લિષ્ટ  શબ્દો શબ્દકોષ મહિથી,
પછી એની માયાજાળ તો ગુંથી તમે પણ શકો છો.

થોડુ અહિથી, થોડુ તહિથી અને થોડુ કહિથી ઉઠાવીને,
એક નવી જ રચના તો તમે પણ રચી શકો છો.

છંદ, પ્રાસ વગેરેનો મેળ નથી? ચિંતા ના કર યાર,
’અછંદસ’ જેવુ કઇક તો તમે પણ લખી શકો છો.  

અને કવિ જેવો દેખાવ કરવો તો સાવ સરળ છે, 
લેંઘો-ઝ્ભ્ભો ને ખભે થેલાનો વેશ તો તમે પણ ધરી શકો છો. 



उपरोक्त काव्य का हिन्दी अनुवाद

बहुत ही आसान है, कविता तो आप भी लिख शकते हो
सिर्फ शब्दोकी लडाइ है, ये तो आप भी लड शकते हो .

कविओ का विशेष भावविश्व ऐसा कुछ नही होता,
मुफ्त है, कल्पनाए तो आप भी कर शकते हो.

थोडा यहा से, थोडा वहा से और थोडा कही से उठाके,
एक नइ ही रचना तो आप भी रच शकते हो .

छंद, प्रास का पता नही? कोइ चिंता नही यार,
अछांदस जैसा कुछ तो आप भी लिख शकते हो.

और कवि जैसा दीखना तो बिल्कुल आसान है,
जींस पे कुर्ता और बिखरे बाल तो आप भी धर शकते हो.
 



1 comment:

  1. આમ મને કવિતાઓની એલર્જી છે પણ આ કવિતા ગમી.

    ReplyDelete