Wednesday, April 20, 2011

कवि लोग / કવિઓ


एक काव्य-ब्लोग पर मैने कुछ पढा
और पढ के मैने ये काव्य लिखा :

बाप रे बाप, क्या कर रहे है ये कवि लोग,
समज मे नही आता क्या लिख रहे है ये कवि लोग.

वैसे तो कुछ खास नही पीते वो लोग,
फिर कौनसे नशेमे धूत रहते  है ये कवि लोग.

सुंदरी तो दूरकी बात, गौर गधी पर भी,
गहन गझल खिंच देते है ये कवि लोग.

आडा-तेडा, ऐसा-वैसा और कैसा भी लिख कर,
खुद ही परेशान हो रहे  है ये कवि लोग.

ऐसा लिख कर, और फिर उसे प्रकाशीत कर,
अक्षर का आतंकवाद फैला रहे हे कवि लोग.


ઉપરોક્ત કવિતાનો ગુજરાતી અનુવાદ


બાપરે બાપ! શુ કરે છે આ કવિઓ,
સમજાતુ નથી, શુ લખે છે આ કવિઓ.

આમ તો ખાસ કઇં નથી પીતા એ લોકો,
તો શાના નશામા મ્હાલે છે આ કવિઓ?

છોકરીતો છોડો, ગોરી ગધી પર પણ,
ગઝલો ઢસડી નાંખે છે આ કવિઓ.

આડુ, અવળુ, વિચિત્ર લખી લખી ને,
ખુદને પણ મુંઝવી મારે છે આ કવિઓ.

આવુ લખી અને પાછુ પ્રકાશીત કરીને,
અક્ષરનો આતંકવાદ ફેલાવે છે કવિઓ.


Thursday, April 14, 2011

તમારા સમ !


આવો તો વેલકમ, જાવ તો ભીડ કમ,
હવે આગળ ન વાંચો તો તમને તમારા સમ.

શાને હુ આપુ તને કિંમતી આ મારો વોટ
વચનોમા તારા મને  નથી કંઇ લાગતો દમ.

આમતો દારુબંધી છે ગાંધીના ગુજરાતમા
પણ જોઇએ ત્યા મળે છે વોડકા, વ્હિસ્કી ને રમ.

માન, મર્યાદા, સમયનુ બંધન બધુ જ સહ્યુ
બાપા ગયા ઉપર, હવે મન ફાવે ત્યા ભમ.

લાશો પર ડગ મુકી બહુ આગળ વધી ગયો તુ,
શંકા જાય છે મને,  માણસ જ છે કે  છે તુ જમ?